રાજકોટ: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ દાદાના દર્શન કરી રાજકોટ પહોંચ્યા છે. અહીં કાલે બાબાનો દીવ્ય દરબાર ભરાવાનો છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં કિશોર ખંભાયતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે આવેલા બાઉન્સર અને આયોજકોએ રાખેલા સ્થાનિક બાઉન્સર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સરે સ્થાનિક બાઉન્સરને મુક્કો માર્યો હતો. જેને લઈને થોડીવાર માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપી
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સોમનાથ દાદાના દર્શન કરી માંગરોળની મુલાકાત લીધી હતી. અહીંયા તેમણે જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપી હતી. માંગરોળમાં બાબાએ મામા સરકારના ઘરે પધરામણી કરી હતી. આ તકે બાબાનુ તલવાર અને પાધડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. માંગરોળમાં બાબાની મુલાકાતને લઈને ગીરીરીજસિંહ સહિતના યુવાનોએ તમામ વ્યવસ્થા કરી હતી.
સોમનાથ દાદાના દર્શેને પહોંચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ પહોંચ્યા છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કેશોદથી બાય કાર સોમનાથ મંદિરે પહોંચ્યા હતા.સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા છે. સોમનાથ મંદીરમાં પુજા અર્ચના સહીતનો લાભ બાબ લેશે.
બાબા બાગેશ્વરના ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથમાં કહ્યું કે, અમે સંકલ્પ કર્યો છે કે, સોમનાથની પવિત્ર ભૂમિ પર કથા કરીશું અને કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરીશું. હિન્દૂ રાષ્ટ્રને લઈને પણ બાબા બાગેશ્વર બોલ્યા, ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવીશું.
રાજકોટના દિવ્ય દરબારમાં સીનિયર સીટીજનો માટે કરાઇ ખાસ વ્યવસ્થા
બાગેશ્વર સરકાર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં છે. સુરત, અમદાવાદ, અંબાજી બાદ હવે આજે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ જશે, અને સોમનાથમાં મહાદેવની પૂજા-અર્ચના કરીને રાજકોટ આવશે. માહિતી પ્રમાણે, ધીરેન્દ્ર શાસ્ત્રી બપોરે રાજકોટ પહોંચશે. બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સોમનાથ દાદાના દર્શન કરીને બપોરે 3 વાગે એરપોર્ટ પર પહોંચી જશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આવતીકાલથી બાબાનો બે દિવસીય દિવ્ય દરબાર રાજકોટના રેસકોર્સ ખાતે લાગશે.
ખાસ વાત છે કે, રાજકોટના રેસકોર્સમાં દિવ્ય દરબારને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ માટે અહીં 12 સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા અને 12 દરવાજામાંથી ભક્તોને એન્ટ્રી આપવામાં આવશે. સીનિયર સીટીઝન માટે 25000 ખુરશીઓની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, 1250થી વધુ કાર્યકરોની ફોજ આ માટે સતત કામે લાગી છે. એટલુ જ નહીં અહીં દિવ્ય દરબારમાં વિનામૂલ્ય પાણી, ચા, નાસ્તો, છાશ શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોલીસ, કોર્પૉરેશન, કલેક્ટર, વીજતંત્ર સહિતના વિવિધ સરકારી તંત્ર પણ સેવામાં ખડેપગે થઇ ગયા છે.