રાજકોટમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શહેરમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા વિધર્મી યુવકે કોલેજની યુવતીને પોતાના પ્રેમમાં ફસાવીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.


મહેબૂબ બુખારી નામના વિધર્મી યુવકે કુંડલીયા કોલેજની એક વિદ્યાર્થીને ચાર વર્ષ પૂર્વ પ્રેમમાં ફસાવી હતી અને દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે મહેબૂબ બુખારીએ તેમની પુત્રીને ફસાવી છે. એટલું જ નહી તેનું નામ બદલીને  નાઝનીન કરી નાખ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.


પરિવારે કહ્યું કે તેમની દીકરી 26 જૂનથી ગુમ છે. આ મામલે પીડિતાના પરિવારે કોલેજના સંચાલકનો સંપર્ક કર્યો હતો. અને બાદમાં પોલીસ કમિશનરને આ મામલે ફરિયાદ કરી હતી. પોલીસે લવ જેહાદના કેસની તપાસ શરૂ કરી હતી.
તળાજા પંથકનો પરીવાર છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં રહેતો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની 26 જૂને અરજી આપી હતી પરંતુ હજુ પોલીસે આ મામલે કાંઇ તપાસ કરી નહોતી પરંતુ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા પોલીસ દોડતી થઇ હતી. પરિવારે કહ્યું કે તેમની દીકરી મહેબૂબના કહેવાથી ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી તેને આપતી હતી. પરિવારે કહ્યું કે મહેબૂબ તેમને ધમકી આપતો હતો કે તારી છોકરી 17 વર્ષ ની હતી ત્યારથી દુષ્કર્મ કરું છું તમારા થી થાય તે કરી લો.


Rajkot:  ઝૂંપડપટ્ટીમાં રહેતી તરુણીને આરોપી ઉઠાવી ગ્યો ને પછી આચર્યુ દુષ્કર્મ....


રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શહેરમાંથી વધુ એક અપહરણ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતી તરુણીને આરોપી ઉઠાવી ગયો હતો અને બાદમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ, આ વાતની જાણ પોલીસમાં કરાયા બાદ પોલીસે બન્નેને કાલાવડ નજીકના ગામમાંથી પકડી પાડ્યા હતા. હાલમાં તરુણી અને આરોપી બન્નેને પોલીસે શોધી કાઢ્યા છે, અને આરોપી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પૉક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


જેતપુરનો હિંદુ યુવક ઇન્સ્ટાગ્રામ મારફતે બાંગ્લાદેશની મુસ્લિમ યુવતીના આવ્યો સંપર્કમાં અને પછી...


રાજકોટના જેતપુરમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, જેતપુરના નવાગઢના યુવકે મુસ્લિમ ધર્મનો અંગિકાર કર્યો હતો. જેતપુરના નવાગઢનો હિંદુ યુવક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બાંગ્લાદેશની મુસ્લિમ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુ-ટ્યુબ અને વેબસાઇટના માધ્યમથી યુવકનું બ્રેઇનવોશ કરવામાં આવ્યું હતું. યુવક છેલ્લા 6 મહિનાથી ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાની જાણકારી મળી રહી છે. યુવકે પોતાનું હિન્દુ નામ બદલી શેખ મોહમ્મદ અલસમી રાખ્યું હતું. એટલું જ નહી યુવક જેતપુરની મસ્જિદમાં પાંચ વખત નમાજ અદા કરવા જાય છે. યુવકના પરિવારજનોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે યુવકના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.