હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હાલ સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પોઝિટિવ કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 39 દર્દીઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. 31 રાજકોટ શહેરના, 3 ગ્રામ્યના અને 5 અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેસ થાય છે. કોવિડ મૃત્યુ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. અત્યાર સુધીમાં એક દિવસમાં મોતનો સૌથી વધારે આંક છે.

કોરોનાને કારણે અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં સ્થિતિ બગડતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 391 દર્દીઓના મોત નિપજ્યાં છે. 39 દર્દીઓના મોત ખાનગી અને સિવિલમાં ભેગા મળીને છે. જેમાં 31 રાજકોટ શહેરના, 3 ગ્રામ્યના અને 5 અન્ય દર્દીઓનો સમાવેશ થાય છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. અત્યાર સુધીમાં એક દિવસમાં મોતનો સૌથી વધારે આંકડો છે.

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4500ને પાર પહોંચી ગઈ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 4538 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1468 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા એસટી, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતાં મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ.

ગોંડલમાં 1100ની આસપાસ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં આજથી એક સપ્તાહ માટે અડધો દિવસનું લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા એક અઠવાડિયા સુધીનું આ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જોકે, આ દરમિયાન દવા ઉપરાંત દૂધ તથા આવશ્યક સેવાઓ માટેની દુકાનો ચાલુ રહેશે.