રાજકોટ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.  વાવાઝોડને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ વરસ્યો છે.   રાજકોટ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.  બિપોરજોય વાવાઝોડાને લઈને રાજકોટના  કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે.  આગામી તારીખ 14 અને 15 જૂનનાં રોજ જિલ્લાની શાળા કૉલેજોમાં રજા રાખવા આદેશ કરવામાં આવ્યો છે. 


પ્રભારી મંત્રી રાધવજી પટેલ અને રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ શાળા કૉલેજો બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવમાં આવ્યો છે.  આગામી તારીખ 14 અને 15 જૂનનાં રોજ જિલ્લાની શાળા કૉલેજોમાં રજા રહેશે. કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાઈ છે.  રાજકોટ જિલ્લામાં 136 નીચાણવાળા સ્થળોએથી લોકોને ખસેડવા કામગીરી શરૂ કરવામાં આવી છે.  


બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડાના ખતરાને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. મોરબીના નવલખી બંદર ઉપર ભારે પવનના કારણે દરિયો તોફાની બન્યો હતો. નવલખી બંદર ઉપરથી 1000 લોકોને સ્થળાંતર કરાયા હતા.


રાજકોટ જિલ્લામાં વાવાઝોડાની અસર,  ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ 


બિપારજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહી છે.  ગોંડલ શહેર તેમજ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.  વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે.  ગોંડલ પંથકમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.  


ગોંડલમાં પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો છે.  ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી અને આજુબાજુના ગામોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.  બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ વાતાવરણમાં પલટો આવ્યો છે. 


બિપરજોય વાવાઝોડાને લઈ રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  જેતપુર,ધોરાજી અને ઉપલેટામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.  જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. બિપોરજોય વાવાઝોડાની  અસરને લઈ રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે.