આ અંગેની વિગતો એવી છે કે, ભાજપના નેતા, પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ભરત બોધરા કોરોના સંક્રમિત થયા છે. પેટાચૂંટણીમાં તેઓ ભાજપના પ્રચારમાં જોડાયા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે અને જણાવ્યું છે કે, મને કોરોના (COVID-19) ના સામાન્ય લક્ષણો જણાતા આજ રોજ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવેલ, જેનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છું અને મારી તબીયત સંપૂર્ણ રીતે સારી છે. છેલ્લા અઠવાડીયામાં મારા સંપર્કમાં આવેલ લોકોને સ્વેચ્છાએ ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું, જેથી સંક્રમણને વધુ ફેલાતા અટકાવી શકાય.
નોંધનીય છે કે, ગઈ કાલે કોંગ્રેસના ચોટિલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પેટા ચૂંટણી દરમિયાન અનેક લોકોના સંપર્કમાં ધારાસભ્ય ઋત્વિક મકાવાણા આવ્યા છે. જે લોકો સંપર્કમાં આવ્યા તેઓએ કોરોના ટેસ્ટ કરવા વિનંતી કરી છે.
ઋત્વિક મકવાણાએ આ અંગે જાતે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, આજે કોરોના પોઝિટિવ આવ્યો છે. તબિયત સારી છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવા વિનંતી.