રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં ફરી એક વખત જયેશ રાદડિયા આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. જયેશ રાદડિયા તેમના વિરોધી પર નિશાન સાધતા જોવા મળ્યા હતા. જયેશ રાદડિયાએ નામ લીધા વગર વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. 


અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ


જયેશ રાદડિયાએ કહ્યું, એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યુ છે, પરંતુ હું તેમને કહી દઉ છું કે હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો. તમે અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ. સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો.


હું કામ કરું છું, એટલે ક્યાંક ચૂક રહી પણ જાય


જયેશ રાદડિયાએ વિરોધીઓને  ચેતવણી આપી હતી.  રાદડિયાએ કહ્યું કે “હું કામ કરું છું, એટલે ક્યાંક ચૂક રહી પણ જાય, ઘરે બેસી રહેનારથી ભૂલ ન થાય, મારા સારા કામમાં અવરોધ ઊભો કરવાનું બંધ કરો. એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે. આ હવે વધુ પડતુ થશે તો હું પણ રાજકીય માણસ છુ. મારે પણ પછી મેદાનમાં ઉતરવુ પડશે. આટલામાં નહીં સમજે તો મને પણ હિસાબ કરતા આવડે છે.”


તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરીએ છીએ.કદાચ નેતૃત્વ કરતા હોઈએ તો અમારાથી એક બે ભૂલ પણ થતી હશે.  કામ કરીએ છીએ એટલે થાય બીજાની જેમ બેઠા રહીએ તો અમારાથી પણ ભૂલ ન થાય.  


જયેશ રાદડિયાએ વધુમાં કહ્યું કે, જે લોકો સારુ કામ કરવાના પ્રયત્ન કરતા હોય તેમના અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો નહીં તો તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા આવડ્યું છે પરિણામ આપતા આવડ્યું છે એમ વચ્ચે આવ્યા પછી મારે હિસાબ કરવા ન પડે મેદાનમાં મારે ન ઉતરવુ પડે તે જોજો. હું પણ રાજકીય માણસ છું, મારે મેદાનમાં ન ઉતરવું પડે તે જોજો.  


જયેશ રાદડિયાનું પૂરું નામ જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા છે. જયેશ રાદડિયાનો જન્મ 8 ડિસેમ્બર, 1981ના રોજ રોજકાટના જામ કંડોરણામાં થયો હતો. તેના પિતાનું નામ વિઠ્ઠલભાઈ રાદડિયા છે. જયેશ રાદડિયા પૂર્વ મંત્રી છે અને સૌરાષ્ટ્રના મોટા સહકારી નેતા છે.