Ram Mokariya: સાંસદ બન્યાના લાંબા સમય વિત્યા બાદ પણ રામ મોકરિયાનો જીવ વેપારીનો વેપારી જ રહ્યા. રાજકોટમાં રૂપાલાના પ્રચાર દરમિયાન ઢોલ વગાડી રહેલા વ્યક્તિનો ઉત્સાહ વધારવા નોટોનો ઘોર કરવાની પરંપરા પ્રમાણે સાંસદ સાહેબે ઘોર કર્યો 500-500ની નોટની થપ્પીનો પરંતુ ઢોલીને આપી 50-50 અને 100-100ની નોટો.


રાજકોટમાં મોકરિયા સાહેબ પોતાના સાથી અને ભાજપના પ્રદેશ ઉપ પ્રમુખ એવા ભરતભાઈ બોઘરા પર 500-500ની નોટોની થપ્પીનો ઘોર કરી રહ્યા છે. સ્વભાવિક રીતે ઢોલ વગાડવા વાળાનો ઉત્સાહ વધે પરંતુ ત્યાર બાદના દ્રશ્યો જુઓ મોકરિયા સાહેબે વેપારી બુદ્ધી વાપરી મોટા ભાગની 500ની નોટો પોતાના ખિસ્સામાં મુકી અને ઢોલ વગાડનારા લોકોને અગાઉ આપેલી 50-50ની નોટો તેના જ ખિસ્સામાંથી કાઢી ઘોર કરવાને બદલે આપી દીધી.


ખેર ચૂંટણીનો સમય છે આવું તો બહુ બધુ થવાનું પરંતુ હળવા મૂડમાં આ દ્રશ્યો અને ઘટનાનું વિવરણ કરવું જરૂરી લાગ્યું. પ્રચારની ગરમીમાં ઠંડા ઠંડા કૂલ કૂલ કરે તેવા દ્રશ્યો અને તેવું કરનારા મોકરિયા સાહેબને રામ રામ. જો કે નેતાઓ આપેલા વચનોમાંથી દસમા ભાગનું પાળે તે તો તમામ લોકો જાણે છે. પણ રૂપિયા બતાવે તેના દસમા ભાગના આપે તેવું તો પહેલી વાર જ જોયું. જો કે કહેવાય તો એમ પણ છે કે રામભાઈ મોકરિયા છે તો દિલદાર...


જુઓ વીડિયો...