રાજકોટઃ તહેવાર પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ખાદ્યતેલ બજાર ખુલતા જ સોંગતેલનો ડબ્બો 2800થી 2850ના ભાવે પહોંચ્યો છે. સીંગ તેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો છે. પામ ઓઇલના ભાવમાં તોતિંગ 165નો ઘટાડો નોંધાયો છે. 


તહેવારમાં કમાઈ લેવા પામ ઓઈલના ભાવ સટોડીયાઓએ ઘટવા ન દીધા. પામ ઓઇલના ડબ્બાના ભાવ 1920 -1925ના ભાવે વેંચાયા.



Vegetable price : શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ફરી ભાવો પહોંચ્યા આસમાને
અમદાવાદઃ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઉભા પાકને નુકસાન થવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શહેરમાં રોજ અંદાજે 20,000 ક્વિન્ટલ શાકભાજીની આવક થતી હોય છે, પણ ભારે વરસાદના કારણે આવકમાં 15 થી 20% નો ઘટાડો નોંધાયો છે જેના કારણે ભાવ વધી રહ્યા છે. ખેતરોમાં હજી પાણી ભરેલા હોવાથી ખેડૂતો ખેતર સુધી પહોંચી શકતા નથી અને મોટાભાગે શાકભાજીના ભાવ સો રૂપિયા પહોંચી ગયા છે. બહારગામથી આવતા લીલા શાકભાજી ખરાબ થઈ જવાના કારણે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમામ શાકભાજીના ભાવ અત્યારે માર્કેટમાં બમણા મળી રહ્યા છે.


શાકભાજી.          ભાવ
ફ્લાવર.                100રૂ
ગવાર.                   120રૂ
ચોળી.                   110 રૂ
પાપડી.                   140 રૂ
લીંબુ.                     120 રૂ
કારેલા.                    80રૂ


Gujarat Monsoon: હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.


મહેસાણામાં વરસાદ


મહેસાણા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોની ચિંતા વધી છે


સંતરામપુરમાં પણ વરસાદ







બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. જિલ્લામાં પાંચ દિવસ બાદ વરસાદની શરૂઆત થઈ છે. કાકરેજ,ડીસા,ધાનેરા,દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કાકરેજના શિહોરી,થરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદની થઈ શરૂઆત છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે ઉત્તર ગુજરાતમાં અરવવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. 23 ઑગસ્ટે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેશે.  સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.