સુરેન્દ્રનગરઃ લીંબડી-રાજકોટ હાઇવે પર બલદાણા ગામના પાટિયા પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બલદાણા પાટિયા પાસે ટ્રક નંબર જીજે-25 યુ-9435 અને ગિરિરાજ ટ્રાવેલ્સ સાથે આ અકસ્માત સર્જાયો હતો.
લીંબડી-રાજકોટ હાઈ-વે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેનાં મોત, પાંચ ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2019 09:51 AM (IST)
લીંબડી-રાજકોટ હાઇવે પર બલદાણા ગામના પાટિયા પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માત થતાં બેનાં મોત, પાંચ ઘાયલ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -