રાજકોટ: રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ ઘરમાં પુરાયેલી યુવતીને સાથી સેવા ગ્રુપે રેસ્ક્યૂ કરી છોડાવી હતી. ભારે હોબાળા પછી સીએ થયેલી યુવતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન યુવતીનું મોત થતાં પરિવારના સભ્યોએ રોકકડ કરી મૂકી હતી. યુવતીના પરિવારમાં માતા,પિતા,કાકા અને મોટી બહેન છે.
મળતી વિગતો પ્રમાણે, પરિજનોએ યુવતીની સારવાર માટે અનેક વ્યક્તિઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. થોડા દિવસ પહેલા કિશાનપરા વિસ્તારમાં બે ભાઈ અને એક બહેન છેલ્લા 10 વર્ષથી એક જ રૂમમાં જીવન જીવતા હતા. પરંતુ રાજકોટની સામજિક સંસ્થા સાથી સેવા ગ્રુપે તેને મુક્ત કરાવી હોસ્પિટલ ખસેડી હતી.
સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી, જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતીને મરણ શૈયા હોય તે રીતે ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી અને યુરીનની કોથળીઓ પણ ભરેલી હતી. આ સ્થિતિ જોઇને સંસ્થા તેને હોસ્પિટલ ખસેડવા જતા હતા. જો કે પરિવારજનો સહમત ન હતા અંતે સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખીને યુવતીને સારવાર માટે ખસેડી હતી.
સામાજિક સંસ્થાના કહેવા પ્રમાણે યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમોમાં હતી. એટલુ જ નહિ ડોક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યુ નથી. સંસ્થાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ યુવતીના પરિવારજનો યુવતીની સારવાર માટે તૈયાર ન હતા, પરંતુ તેના રૂપિયા અનેક લોકો પાસે મેળવતા હતા. બીજી તરફ યુવતીના પરિવારજનો સામાજિક સંસ્થાના લોકોને ધમકાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
રાજકોટમાં આઘાતજનક ઘટનાઃ ભારે હોબાળા પછી હોસ્પિટલ ખસેડાયેલી CA થયેલી યુવતીનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jan 2021 12:19 PM (IST)
સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી, જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી.
તસવીરઃ સાથી સેવા ગ્રુપના સભ્યો સીએ યુવતીના ઘરે પહોંચ્યા ત્યારની તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -