રાજકોટઃ રેડલાઇટ એરિયામાં કોલગર્લની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝબ્બે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Sep 2016 12:17 PM (IST)
રાજકોટઃ શહેરના થોરાડા વિસ્તારમાં આવેલા રેડલાઇટ એરિયામાં એક રૂપલલનાની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. પોલીસ સ્ટેશનથી ખાલી 100 મીટરના અંતરે જ આ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યારે કોલગર્લની હત્યા કરનાર આરોપીની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ કોલગર્લની હત્યા કેમ કરવામાં આવી અને આરોપી કોણ છે, તે હજુ સુધી જાણી શકાયું નથી.