રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે હવે રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતાં કેન્સર હોસ્પિટલ ૧૬ ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવી છે. સંક્રમણ વધતા હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોરોનાના 884 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 891 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 29 લોકોના મોત થયા છે.