રાજકોટઃ રાજકોટ જસદણ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ધારીથી સુરેન્દ્રનગર જતા કેટરર્સ ગ્રુપને અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે 20થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


વલસાડમાં મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. બે કાર સામ સામે અથડાતા 1નું મોત નીપજ્યું છે. જ્યારે 11 ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો , મહિલા સહિત પુરુષોનો સમાવેશ થાય છે. આ સિવાય સુરતમાં ગત મોડી રાત્રે કાર નહેરમાં ખાબકી હતી. પલસાણાના ચાલથાણ ગામ પાસે ઘટના બની હતી. 


પરિવાર અંકલેશ્વરથી દમણ જઈ રહ્યું હતું  આ સમયે ઘટના બની હતી. સ્થાનિકોએ પેટ્રોલિંગ કરી રહેલા જીઆરડી જવાનને જાણ કરતા ફાયર બોલવાઈ. ડીંડોલી ફાયરના જવાનોએ કારમાંથી  બે બાળકીઓ ,બે મહિલા અને એક પુરુષ એમ 5 લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. લગભગ દોઢ કલાક સુધી પરિવાર મદદ માટે બુમાબુમ કરી. તમામને દોરડાની મદદથી ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કઢાયા હતા. 


બનાસકાંઠાના ઇકબાલ ગઢ નજીક ભડથ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. કાર.ટ્રેલર અને ટ્રક  અથડાતા અહીં 1 વ્યક્તિનું મોત થયું છે. મત્તકનો  મૃતદેહ ને અમીરગઢ રેફરલમાં લઇ જવાયો હતો.


બનાસકાંઠાના ઇકબાલ ગઢ નજીક ભડથ પાટિયા પાસે એક ગંભીર રોડ અકસ્માત સર્જાયો હતો. અહીં  કાર.ટ્રેલર અને ટ્રક  એકબીજા સાથે અથડાતા  1 વ્યક્તિનું મોત થયું છે. મત્તકનો  મૃતદેહ ને અમીરગઢ રેફરલમાં લઇ જવાયો હતો. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ હાથ ધરી છે.


તો બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર ધનિયાણા ચોકડી પાસે જીપ અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થતાં અહીં એકને ગંભીર ઇજા થતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.જો કે કમનસીબે તેમને ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર  દરમિયાન તેમનું મોત થયું હતું.  ઘટનાની નોંધ લેતા તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.