રાજકોટ: સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની પહેલીવાર યોજાઈ ચિંતન શિબિર યોજાઈ હતી. પાટીદારોના દીકરા-દીકરીઓના સગપણને લઈને અનેક સમસ્યાઓ આવી રહી છે જે અંગે આ શિબિરમાં ચિંતન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિર હેમુ ગઢવી હોલમાં શનિવારે યોજાઈ હતી. ચિંતન શિબિરમાં યુવક-યુવતીઓ અને માતા-પિતા હાજર રહ્યા હતા.લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીઓની ટીમ બનાવવામાં આવી. જુના રિવાજોને સ્થાને આધુનિક વિચારસરણીને સ્થાન મળશે. 1500 થી વધુ લોકોને ચિંતન માટે પ્રશ્નોતરી પૂછવામાં આવી હતી. ચિંતન શિબિરમાં સમાજના લોકોએ તારણો રજૂ કર્યા હતા. જેમા,
- દીકરા-દીકરીઓની અભ્યાસ વધતા ડિમાન્ડ વધી
- સુંદરતા વધુ પસંદ કરતાં પાટીદાર યુવાનો-યુવતીઓ
- 465 સગાઈ ઓનલાઇન થઈ
- દીકરા-દીકરીઓની પસંદગી બદલાઈ
- શિક્ષણ, દેખાવ, ઊંચાઈ બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી
- જમીન, ઉદ્યોગ, નોકરીની માંગ વધી
- સંયુક્ત પરિવારમાં દીકરીઓ પસંદ નહિ કરતી, એકલા અને શહેરમાં રહેતા પર પસંદગી વધુ
રાજકોટમાં મળેલી ચિંતન શિબિરમાં આ બધી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેથી આવનારા સમયમાં પાટીદાર યુવક-યુવતીના લગ્નને લઈને સામે આવી રહેલી સમસ્યાનું સમાધાન લાવી શકાય.
સુરતમાં અસદુદ્દીન ઔવેસીનો જોરદાર વિરોધ, મુસ્લિમ સમાજે ફરકાવ્યા કાળા વાવટા
સુરત: ગુજરાતમાં ચૂંટણી પહેલા દિલ્હીથી નેતાઓની અવર જવર વધી ગઈ છે. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ભાજપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે, હવે આ કડીમાં AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે. જો કે સુરત આવેલા અસદુદ્દીન ઔવેસીને વિરોધનો સામનો કરવો પડ્યો છે. મીઠીખાડી વિસ્તારનાં મુસ્લિમ સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. ઔવેસીને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. ઉગ્ર વિરોધ કરવામાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હાજર રહ્યા હતા. ગત રોજ રાત્રે ઓવૈસીની લીંબયતમાં જાહેર સભા હતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેમને ભાજપ અને RSSના એજન્ટ ગણાવવામાં આવ્યા છે.
ફોઈએ ભત્રીજા પર કર્યો ચપ્પુથી જીવલેણ હુમલો, કારણ જાણીને ચોંકી જશો
MP Crime News: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક 40 વર્ષીય મહિલાએ કથિત રીતે પોતાના 10 વર્ષના ભત્રીજા પર ચાકુથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. માતાના અંતિમ સંસ્કારમાં ભાઈ અને ભાભીની ગેરહાજરીને કારણે મહિલા દેખીતી રીતે જ નારાજ હતી.
શું છે મામલો
હનુમાનગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહ ઠાકુરે રવિવારે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે હનુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કાઝી કેમ્પ વિસ્તારમાં બની હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે અહીં રહેનારી એક વૃદ્ધ મહિલાના મોત બાદ તેમનો પુત્ર અને વહુ અંતિમ સંસ્કાર માટે ભોપાલ આવી શક્યા ન હતા. તે બંને ઝાંસીમાં રહે છે.
ઠાકુરે જણાવ્યું કે, આસમા બેગમ (40) એટલી ગુસ્સામાં હતી કે તેણે પોતાની સાથે રહેતા તેના ભાઈના પુત્ર અમન અલી (10)ને છરીના ઘા ઝીંકી દીધા હતા અને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઠાકુરે કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ બાળકને સરકારી હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અસ્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.