રાજકોટ કલેક્ટરે SCA ને ફાયર સેફ્ટી અને દરવાજા મુદ્દે ફટકારી નોટિસ
abpasmita.in | 29 Oct 2016 02:53 PM (IST)
રાજકોટઃ જિલ્લા કલેક્ટર દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનને નોંટીસ આપવામા આવી છે. આગામી 9 થી 13 નવેમ્બરના રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાનો છે. જેને લઇને રાજકોટ કલેક્ટરે દ્વારા SCA પાસે જવાબ માંગ્યો હતો. કલેક્ટરે ક્રિકેટ સ્ટેડિયમમાં ફાયર સેલ્ટીના સાઘનોને લઇને જવાબ માગ્યો છે. આ સિવાય પ્રવેશ દરવાજા અને બહાર નિકળવાના દરવાજાને લઇને પણ જવાબ માગવામાં આવ્યો છે. ગત મેચમા SCA દ્વારા ખરાબાની જમીનમા દબાણ કરીને ત્યા પાર્કિંગ કરવામા આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ પહેલાના મેચમા પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશને નીયમોને ઘોળીને પી ગયું હતું. રાજકીય વગને કારણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનના હોદેદારો વારંવાર સરકારી નીયમોનું ઉલ્લંઘન કરે છે. જો કે જિલ્લા કલેક્ટરે SCA ને નોંટીસ આપતા હાલ એસોશીએસનના હોદેદારોએ જિલ્લા કલેકટરને લેખીતમા ખુલાસો કર્યો છે.