રાજકોટ: રાજકોટના નાનામૌવા જમીન વિવાદ મામલે જમીનના મૂળ માલિકે ક્રાઈમ બ્રાંચના પીઆઈ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. રાજકોટના નાનામૌવામાં જમીન વિવાદ મામલે ક્રાઈમ બ્રાંચના PI સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જમીનના મૂળ માલિક દેસાઈ પરિવારના સભ્યોએ લીગલ એડવાઈઝરને સાથે રાખી પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં દેસાઈ પરિવારે ક્રાઈમ બ્રાંચના PI નીનામા સામે ગંભીર આક્ષેપો કર્યા કે પોલીસે ભાવેશ રામાણી નામના ભૂમાફિયા સાથે મળી મૂળ જમીન માલિકને આરોપી બનાવ્યા છે. જ્યારે બીજી તરફ તાલુકા પોલીસે પણ પ્રેસ કોંન્ફરંસ બોલાવી તમામ આરોપોનું ખંડન કર્યું હતું. આ મામલાની તપાસ પહેલા ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી, પરંતુ હવે આ તપાસ તાલુકા પોલીસ કરશે.