રાજકોટ: રાજકોટના રેસકોર્સમાં મેળો જમાવટ કરે એ માટે અધિકારીઓની આજે મિટિંગ મળી હતી. રાજકોટમાં 5 થી 9 સપ્ટેમ્બર સુધી ‘રસરંગ લોકમેળા 2023’નું આયોજન કરવામાં આવ્યું છે.  લોકમેળાને લઈને આજે  કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.


રાજકોટ કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાયદો વ્યવસ્થા, ટ્રાફિક,  સાંસ્કૃતિ કાર્યક્રમો સહિતની બાબતોની સમીક્ષા કરી હતી. સમિતિના સર્વે સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ માહિતી આપી હતી. 1067 પોલીસ જવાનો તેમજ અધિકારીઓ હાજર રહેશે. નવી-નવી રાઇડ્સ અને સાસંકૃતિક કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી આ મેળો ઉદ્ઘાટન કરી શકે તેવી સંભાવના છે.  


આ બેઠકમાં  પોલીસ, પુરવઠા, ફાયર, કોર્પોરેશનની ટીમ સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. 15 લાખ લોકો આ મેળો માણશે તેવો અંદાજ છે. ટ્રાફિકને લઈ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજકોટના લોકમેળામાં સુરક્ષાને લઈને વિશેષ ધ્યાન આપવામાં આવશે. થોડા સમય પહેલા રાજકોટના સોની બજારમાંથી આતંકવાદીઓ પકડાયા હતા. સરકાર પાસે અલગ ફોર્સની અને સુરક્ષા માટે ટેકનોલોકલ સાધનો મંગાવવામાં આવશે. 


Rajkot: બાળકોને લેવા-મૂકવા જતાં વાલીઓ જાણો, હવેથી ટૂંકા કપડાં કે નાઇટડ્રેસ પહેરીને નહીં જઇ શકો સ્કૂલ કેમ્પસમાં


રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, અહીં શાળા સંચાલકોએ પોતાના એક નિયમથી વાલીઓને ચોંકાવી દીધા છે. શહેરની તમામ શાળાઓમાં હવેથી કોઇપણ વાલી શાળાના પટાંગણમાં ટુંકા કપડા, બરમૂડા કે નાઇટડ્રેસ પહેરીને નહીં આવી શકે, જો આવશે તો તેમને પ્રવેશ નહીં આપવામાં આવે. 


મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં આજરોજ શાળા સંચાલકોએ એક મહત્વપૂર્ણ અને સારો નિર્ણય લીધો છે. રાજકોટમાં હવેથી કોઇપણ શાળામાં કોઇપણ વાલી ટુંકા કપડાં, બરમૂડા કે નાઇટ ડ્રેસ જેવા પોશાક પહેરીને પ્રવેશ નહીં કરી શકે છે. શાળા સંચાલકોએ આ નિર્ણય લેતા કહ્યું કે શહેરમાં શાળાઓ એ મંદિર છે અને મંદિરમાં શિસ્ત પાળવું પડશે. બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકૉડ સાથે જ શાળાના કેમ્પસમાં આવવા પર વાલીઓને શાળા સંચાલકો તરફથી તાકીદ કરાઇ છે. ખાસ વાત છે કે, આ નિયમ શહેરની તમામ શાળાઓ માટે નિયમ લાગુ કરાશે. જો કોઇપણ વાલી શિસ્તભંગ કરતાં કપડાં પહેરીને શાળાના કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. બાળકોમાં સારા સંસ્કાર અને મર્યાદા જળવાઇ રહે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો આ મહત્વનો નિર્ણય છે.