રાજકોટઃ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે રાજકોટ ખાતે હુંકાર કર્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના નિવેદન સામે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. પટેલ સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ પોતાનો ફાકો કાઢી નાખે. નોંધનીય છે કે, મનસુખ માંડવીયા નિવેદનમાં બોલ્યા હતા કે પાટીદાર એટલે ભાજપ અને ભાજપ એટલે પાટીદાર. ત્યારે આ મુદ્દે આજે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું.
AVPTના હોસ્પિટલાઈઝ પ્રોફેસર વઘાસિયા અને તેના પરિવારને સાંત્વના પાઠવવા માટે હાર્દિક પટેલ પહોંચ્યા હતા. પ્રોફેસર છેલા 4 માસથી કોમામાં છે. પ્રોફેસરને 4 મહિના પહેલા કોરોના થયો હતો. ત્યાર બાદ વેન્ટિલેટર અને હવે કોમામાં ચાલ્યા ગયા છે.
નોંધનીય છે કે, મનસુખ માંડવીયાને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રમોશન મળતાં તેમણે આ નિવેદન આપ્યું હતું. જેને પગલે પાટીદારોમાં રાજકારણ ગરમાયું હતું. તેમજ પાટીદાર નેતાઓના આ મુદ્દે અલગ અલગ નિવેદનો જે તે સમયે સામે આવ્યા હતા. ત્યારે હવે હાર્દિક પટેલે પણ આ મુદ્દે મૌન તોડ્યું છે અને નિવેદન આપ્યું છે.
'60 વર્ષથી વધુ ઉંમરના નેતાને ટિકિટ ને નિયમ MLA માટે નથી'
અમરેલીઃ ભાજપ દ્વારા અત્યારે જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના સન્માન સમારોહમાં આવી પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીની મેડિકલ મેડિકલ કોલેજ ખાતે બોલતાં જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે, આ નિર્ણય જિલ્લા પંચાયત અને કોર્પોરેશન માટે લેવાયો છે, એ વિધાનસભા માટે નથી લેવાયો.
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ તાજેતરમાં અમરેલી સિવિલ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ફાળવ્યો હતો. એ નિમિત્તે તેમના આ સન્માન સમારોહમાં આવેલા સી.આર. પાટીલે રમૂજ કરતાં એમ પણ જણાવ્યું હતું કે, આ નિર્ણય પંચાયત અને કોર્પોરેશન માટે છે. આ નિયમ વિધાનસભા માટે નથી એની સ્પષ્ટતા કરી દઉં, નહીંતર અહીં બેઠેલા ધારાસભ્યો હમણાં ઊભા થઇ જશે.