રાજકોટઃ આગામી 28મી ફેબ્રુઆરીએ રાજ્યમાં નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી મનોજ રાઠોડે રાજીનામું આપ્યું છે.



પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડ ભાજપમાં જોડાયા છે. મનોજ રાઠોડ જસદણમાં પ્રદેશ ઉપ પ્રમુખ ડો. ભરત બોધરાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. રાજકોટ જિલ્લા કોગ્રેસ તેમજ લોધિકા કૉંગ્રેસ તાલુકાની નબળી નેતાગીરીને કારણે રાજીનામું આપ્યું છે. કૉંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો કે લોધિકા તાલુકા પંચાયતની 19 ટિકિટ ખોટી રીતે અપાઇ છે. આવી નેતાગીરી સાથે હું કામ કરી શકુ તેમ નથી. આ આક્ષેપ સાથે ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી મનોજ રાઠોડે રાજીનામું આપ્યું છે.