Rajkot : યુવક પ્રેમિકાને મળવા ગયો ને ભાઈ જોઇ જતાં ભાગ્યો, જઇને પડ્યો કૂવામાં ને પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Feb 2021 04:35 PM (IST)
યુવકના મોતના 4 દિવસ પછી કૂવામાંથી લાશ મળી આવી છે. પ્રેમિકાને મળવા જતા મોતને ભેટેલો યુવક પરણીત હોવાનું સામે આવ્યું છે. યુવકના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ ગોંડલમાં ગુંદાસરામાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકનું કૂવામાં પડી જતાં મોત નીપજ્યું હતું. યુવકના મોતના 4 દિવસ પછી કૂવામાંથી લાશ મળી આવી છે. પ્રેમિકાને મળવા જતા મોતને ભેટેલો યુવક પરણીત હોવાનું સામે આવ્યું છે. યુવકના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગોંડલના ગુંદાસરામાં પરણીત યુવકને યુવતી સાથે પ્રેમસંબંધ હતા. દરમિયાન ચાર દિવસ પહેલા યુવક પ્રેમિકાને મળવા ગયો હતો. જોકે, યુવતીનો ભાઇ તેને જોઈ ગયો હતો અને પ્રેમિકાના ભાઇએ દોટ મુકતા બચવા માટે યુવક ભાગ્યો હતો. તેમજ ભાગતા ભાગતા યુવાન કુવામાં ખાબક્યો હતો. ૪ દિવસ યુવકની કૂવામાંથી લાશ મળી આવી છે. રિણીત યુવક અપરિણીત યુવતિને મળતા જતા મોત મળ્યું હોવાનો ખુલાસો થયો છે.