રાજકોટઃ જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે. શુક્રવારે નોંધાયેલા 460 કેસ પૈકી 109 કેસ તો માત્ર સૌરાષ્ટ્ર ઝોનના છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેરમાં 55 કેસ નોંધાયા છે. તો રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે.


આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. ભાવનગર શહેરમાં કોરોનાના 12 કેસ નોંધાયા છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક જ કેસ નોંધાયો છે.

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં 8, જામનગર જિલ્લામાં 6, મોરબી જિલ્લામાં 4, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં 3-3, અમરેલી જિલ્લામાં 2, સુરેંદ્રનગર જિલ્લામાં 2 અને પોરબંદર જિલ્લામાં એક કેસ નોંધાયો છે.

રાજકોટમાં જ્યાં સુધી રાજકીય પાર્ટીઓની રેલી, તમાશા અને મેળાવડા હતા ત્યાં સુધી પ્રશાસન અને પોલીસે કોઈ કાર્રવાઈ ન કરી. હવે કોરોના વકરતા આરોગ્ય પ્રશાસન હરકતમાં આવ્યું છે.