સોમવારે સાંજે આ વ્યક્તિની તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલ દ્વારા તેને રેફર કરવામાં આવ્યો હતો. જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેને કેટલીક ફોર્માલિટી પૂરી કરવાનું કહ્યું તો તે ત્યાંથી ભાગી ગયો હતો. ડોક્ટરોએ આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ એલર્ટ કર્યાં હતા. કારણ કે તે વ્યક્તિનો ફોન સ્વિચ્ડ-ઓફ આવી રહ્યો હતો .
જોકે, સાવચેત પોલીસે દોઢ કલાકની મહેનત બાદ તેને જંગલેશ્વર વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાશકારો લીધો હતો.