રાજકોટ : સમગ્ર વિશ્વ સામે હાલ કોરોનાનું સંકટ છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતની સંખ્યા 144 પર પહોંચી છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ, સ્પોર્ટસ પર્સન, બોલીવૂડ સેલેબ્સ મદદ માટે આગળ આવી રહ્યા છે. રાજકોટમાં આવેલ બાલાજી વેફર્સ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી છે.

બાલાજી વેફર્સ દ્વારા 1 કરોડ રૂપિયા દાન આપવામાં આવ્યું છે. બાલાજી વેફર્સ દ્વારા મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 75 લાખ રૂપિયા અને પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. બાલાજી વેફર્સના ડાયરેકટર પ્રણય વિરાણી દ્વારા જિલ્લા કલેકટરને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં આજે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તબલિગી જમાતને કારણે કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી હ્યો છે. આજે ગુજરાતમાં 16 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ આ જાણકારી આપી છે. ગુજરાતમાં હાલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 144 પર પહોંચી છે.