હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે જ્યારે રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણનો કહેર યતાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના સોની બજાર બાદ દાણાપીઠના વેપારીઓ દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી આગામી એક સપ્તાહ સુધી દાણાપીઠના વેપારીઓએ દુકાનો સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય રાખ્યો છે.
રાજકોટમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેને રોકવા માટે દાણાપીઠના વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો છે. દાણાપીઠના વેપારીઓએ સોમવારથી આગામી એક સપ્તાહ સુધી પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે, ખેડબ્રહ્મા સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધતું જતાં અને રોજબરોજ નવા કેસો નોંધાતાં લોકો સ્વયંભૂ સાવચેતીના પગલાં લેવા આગળ આવી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મામાં પાંચ કેસો એક્ટિવ હોવાથી અને સંક્રમણ ન વધે અને કોરોના પોઝિટિવ કેસો ઉપર નિયંત્રણ આવે તે માટે સૌના હિતમાં ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા આગામી સોમવાર 14થી 21 સપ્ટેમ્બર સુધી બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લારી-ગલ્લાવાળાઓ પણ આ બંધને સમર્થન આપ્યું છે. ખેડબ્રહ્મા આઠ દિવસ ધંધા, રોજગાર, દુકાન, બજારો સંપૂર્ણ બંધ રહેશે.
સૌરાષ્ટ્રના કયા શહેરમાં વેપારીઓએ લીધો લોકડાઉનનો નિર્ણય? સોમવારથી કેટલા દિવસ દુકાનો રહેશે બંધ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Sep 2020 07:49 PM (IST)
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે જ્યારે રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણનો કહેર યતાવત જોવા મળી રહ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -