રાજકોટઃ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજકોટમાં ખોડલધામના ગરબા આ વર્ષે બંધ રહેશે. ખોડલધામ ગરબા આયોજન સમિતિ દ્વારા આ વર્ષે ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આયોજકોએ આ નિર્ણય લીધો હતો. રાજકોટના અલગ અલગ 4 ઝોનમાં ખોડલધામના ગરબા થાય છે. આ વર્ષે લેઉવા પાટોદારોના ગરબા યોજાશે નહીં. આખા રાજ્યમાં 25 ગરબા ખોડધામના થાય છે. છેલ્લા 10 વરસથી ખોડલધામ સમિતિ દ્વારા ગરબાના આયોજનો થાય છે.


નોંધનીય છે કે વડોદરાના યુનાઇટેડ વે ગરબા આયોજક દ્વારા આ વર્ષે ગરબા નહીં યોજવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, યુનાઇટેડ વેના ગરબા વડોદરા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે અને શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેના વિશે ચર્ચા કરવા તૈયાર છે. નીતિન પટેલે નવરાત્રિને મંજૂરી મુદ્દે જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયા નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યરે સરકાર આ અંગે વિચારણા કરશે.