રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 747 એક્ટિવ કેસો રાજકોટમાં છે. આ પછી સુરેન્દ્રનગરમાં 388 અને ભાવનગરમાં 386 એક્ટિવ કેસો છે. જ્યારે કચ્છમાં કોરોનાના 216 એક્ટિવ કેસો છે. સૌરાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 121 લોકોના મોત થયા છે. જેમાં રાજકોટમાં સૌથી વધુ 23 અને એ પછી ભાવનગરમાં 22 લોકોના કોરોનાથી મોત થયા છે. સૌરાષ્ટ્રમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી કુલ 2616 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3603 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,43,727 કોરોનાના ટેસ્ટ કરાય છે. તેમજ સૌરાષ્ટ્રમાં હાલ, 97,645 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછા એક્ટિવ કેસો પોરબંદરમાં 11, દેવભૂમિ દ્વારકમાં 16, બોટાદમાં 59 અને મોરબીમાં 59 એક્ટિવ કેસો છે. આ સિવાય અમરેલીમાં 161, ગીર સોમનાથમાં 175, જામનગરમાં 184 અને જૂનાગઢમાં 214 એક્ટિવ કેસ છે.
District NameActive Positive CasesCases Tested for COVID19Patients RecoveredPeople Under QuarantineTotal Deaths
Amreli16111420186360658
Bhavnagar38620751806455522
Botad5964501362615
Devbhoomi Dwarka166278262693
Gir Somnath1757804144105624
Jamnagar18415742399403813
Junagadh214209775431680911
Kutch21612223239146116
Morbi5970791365916
Porbandar1151533121742
Rajkot74717516710444423
Surendranagar38812334247164168
Total2616143727360397645121