રાજકોટઃ કપાસિયા તેલમાં ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાનો થયો છ. તેજી બાદ સીંગતેલ 2300ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે. આયાતી પામતેલમાં વધારો થતા અન્ય સાઇડ તેલોમાં પણ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, નવેમ્બર માસમાં કેન્દ્રે ખાદ્યતેલની બેઝિક ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો હતો. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તેલ પરનો કૃષિ સેસ ક્રૂડ પામ ઓઈલ માટે 20% થી ઘટાડીને 7.5% અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે 5% કરવામાં આવ્યો છે. RBD પામોલીન ઓઈલ, રિફાઈન્ડ સોયાબીન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યુટી વર્તમાન 32.5% થી ઘટાડીને 17.5% કરવામાં આવી છે.
ઘટાડા પહેલા, તમામ પ્રકારના ક્રૂડ ખાદ્ય તેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 20% હતો. ઘટાડા પછી, ક્રૂડ પામ ઓઈલ પર અસરકારક ડ્યુટી 8.25%, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર 5.5% હશે. ખાદ્ય તેલના ભાવને નિયંત્રિત કરવા માટે સરકારે પામ તેલ, સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલ પરની આયાત જકાતને તર્કસંગત બનાવી છે, NCDEX પર સરસવના તેલના વાયદાના વેપારને સ્થગિત કરવામાં આવ્યા છે અને સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે, તેમ સરકારે વધુમાં જણાવ્યું હતું.
દેશની જનતાને ફરી એક વખત મોટી રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો સરકાર પ્લાન બનાવી રહી છે. વિશ્વમાં કાચા તેલના ભાવ આકાશે આંબી રહ્યા છે. તેનાથી છૂટકારો મેળવવા માટે ઘણા દેશો કામ કરી રહ્યા છે. ભારતમાં કાચ તેલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે મોટી અર્થવ્યવસ્થા માફક પોતાની રણનીતિક તેલ ભંડારમાંથી ક્રૂડ ઓયલ કાઢવાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારાની વચ્ચે મોદી સરકારે દિવાળીના તહેવાર પર દેશની જનતાને મોટી રાહત આપી હતી. એ સમયે સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.
ભારત ક્રૂડ ઓયલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓની સાથે તાલમેલ બેસાડીને પોતાના તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ તેલ કાઢવાની યોજના બનાવી રહ્યું છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રણનીતિક ભંડારથી કાઢવામાં આવતા આ કાચા તેલની મેંગલોર રિફાનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને હિન્દુસ્તાન રણનીતિ તેલ ભંડારથી પાઈપલાઈન દ્વારા જોડાયેલી છે. આ અધિકારીએ કહ્યું કે, તેના વિશે સત્તાવારા જાહેરાત ટૂંક સમયમાં જ થશે. તેમણે કહ્યું કે, 7-10 દિવસમાં તેલ કાઢવાની આ પ્રક્રિયા શરૂ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જરૂર પડવા પર ભારત પોતાના તેલ ભંડારમાંથી ક્રૂડ ઓયલ કાઢવાની પ્રક્રિયા પર નિર્ણય લઈ લેશે.
કોરોનાનો પ્રકોપ ઘટ્યો, છેલ્લા 24 કલાકમાં 2.51 લાખ નવા કેસ
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 51 હજાર 209 નવા કેસ નોંધાયા છે અને 627 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 15.88 ટકા પર આવી ગયો છે. મોટી વાત એ છે કે ગઈકાલથી દેશમાં 12 ટકા કેસ ઓછા થયા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.