ગોંડલઃ 9 મહિના પહેલા જ પ્રેમલગ્ન કરનાર કપલે કેમ ફિનાઇલ ગટગટાવ્યું? કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Jan 2021 03:04 PM (IST)
ગોંડલની મોટી બજારમાં સંઘાણી શેરીમાં રહેતા દંપતીને યુવતીના પિયરના ત્રણ કૌટુંબિક ત્રણ શખ્સોએ તલવાર-ધોકા દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા દંપતીએ સજોડે ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ ગોંડલમાં નવ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ફિનાઇલ પી લેતા પતિ-પત્નીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગોંડલ પોલીસે પતિ-પત્નીનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, ગોંડલની મોટી બજારમાં સંઘાણી શેરીમાં રહેતા દંપતીને યુવતીના પિયરના ત્રણ કૌટુંબિક ત્રણ શખ્સોએ તલવાર-ધોકા દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા દંપતીએ સજોડે ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીના પિતરાઇ ભાઈએ પ્રેમલગ્ન અંગે દાઝ રાખી બંનેને મારી નાંખવાની ધમકી આપી હતી. સતત ધમકી મળતાં દંપતીએ રાતના સમયે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોંડલ સીટી પોલીસે યુવકની ફરિયાદ પરથી ત્રણ શખ્સ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.