રાજકોટ: રાજકોટ શહેરમાં બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં આગામી 1 અને 2જૂનના રોજ બાબાનો દિવ્ય દરબાર યોજાશે. અંગે શરૂ થયેલા કાર્યાલયની મુલાકાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતાં.
આગામી 1 અને 2 જૂને રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ અંગેની તૈયારી અને આયોજકો સાથે સીઆર પાટીલ મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ ભરત બોધરા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય દર્શિતા બેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રવાસ પહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાણો શું કર્યો મોટો દાવો
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. આ પહેલા તેમણે મોટા દાવો કર્યો છે. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંધશ્રદ્ધા અને નકારાત્મકતાથી બચાવવા દિવ્ય દરબાર કરતા હોવાનો દાવો કર્યો છે. ચમત્કારથી ગેરમાર્ગે દોરતા કેટલાક ગુરૂઓથી બાબા નારાજ છે.
ગુજરાતમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિવ્ય દરબારમાં મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે. 100 જેટલી મહિલા બાઉન્સર સુરક્ષામાં રહેશે. સમગ્ર ડોમમાં સીસીટીવી કેમેરા સજ્જ કરાશે. આયોજક પરિવાર દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે જમવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. બુંદેલખંડની સ્પેશ્યાલિસ્ટ "કઢી વરા"નામની વાનગી બનાવાશે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે.
સુરતના લીંબાયતમાં 26 અને 27 મેના યોજાશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. જેને લઈને તૈયારી ચાલી રહી છે. બાબાના દરબાર માટે નીલગીરી ગ્રાઉન્ડમાં સ્ટેજ બનાવાયો છે. હાલ ગ્રાઉન્ડ પર પેચવર્ક અને લાઈટ એન્ડ સાઉન્ડની કામગીરી ચાલી રહી છે. કાર્યક્રમની તૈયારીની સમીક્ષા માટે ભાજપ ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલય ખાતે બેઠક મળી હતી. બાબાના દિવ્ય દરબારમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ આમંત્રણ અપાયું છે. દાવો છે કે સુરત અને આસપાસના વિસ્તારમાંથી એક લાખ લોકો દરબારમાં ભાગ લેવા પહોંચશે. અમદાવાદમાં પણ બાબાના દિવ્ય દરબારની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે..અમદાવાદમાં 29 અને 30 મેના બાબાનો દિવ્ય દરબાર યોજાશે.