જૂનાગઢમાં સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યારે આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.  કાશ્મીરી બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને આવતીકાલે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે તેવું સેવકો પાસેથી જાણવા મળ્યું છે.


સંત કાશ્મીરી બાપુની ચીરવિદાયના સમાચાર મળતા જ ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત્ત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેઓની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતી. 


રાજ્યમાં શિયાળામાં કોરોનાની સાથે આ જીવલેણ રોગના દર્દીમાં થયો વધારો


ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે અને સોમવારથી શાળા-કોલેજો ખોલવાનીજાહેરાત થઈ છે. આ વખતે શિયાળામાં ઠંડીનું સામ્રાજ્ય રહ્યું છે અને ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન ઘટી જતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા.. શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે 20 ટકાનો વધારો નોંધાય છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળતાં હોય છે. કાર્ડિયોલોજીસ્ટોના મતે શિયાળા દરમિયાન હૃદય સંબધિત સમસ્યા ધરાવનારાઓએ વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે.


તજજ્ઞાોના મતે શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. તેને કારણે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. શિયાળામાં વધુ કેલેરી વાળો ખોરાક એ હૃદયની સમસ્યામાં વધારો થવાનું અન્ય એક કારણ છે. અગાઉના સમયમાં લોકો એટલા શારીરિક સક્રિય હતા, જેના કારણે ઘીથી ભરપૂર અડદિયા આસાનીથી પચાવી જતા હતા. પરંતુ હાલના સમયમાં હૃદયની સમસ્યા ધરાવનારાઓ માટે આ પ્રકારના ઘીથી ભરપૂર વસાણા ખાવા હિતાવહ નથી. કાતિલ ઠંડીને કારણે આ વખતે હાર્ટ એટેક કરતાં હાર્ટ ફેલ્યોરના કેસમાં વધારો થયો છે.