સૌરાષ્ટ્ર્ના કયા શહેરમાં એક સપ્તાહ માટે અડધો દિવસનું સ્વૈચ્છિક લોક્ડાઉનનો નિર્ણય લીધો? જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Sep 2020 04:50 PM (IST)
સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ગોંડલમા વકરેલા કોરોનાના કહેરથી લોકોમાં ફફટાડ જોવા મળી રહ્યો છે.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ગોંડલમા વકરેલા કોરોનાના કહેરથી લોકોમાં ફફટાડ જોવા મળી રહ્યો છે. ગોંડલમાં આવતીકાલથી એક સપ્તાહ અડધો ડિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે ગોંડલમાં આવતીકાલતી એક સપ્તાહ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાજિક સંસ્થા અને વેપારીઓએ તથા આગેવાનોએ આ નિર્ણય લીધો છે. પાલિકા અને માર્કેટ યાર્ડ પણ આ લોકડાઉનમાં જોડાશે. મહત્વની વાત એ છે કે, ગોંડલમાં અત્યાર સુધી એક હજારથી પણ વધારે કેસ આવ્યા છે. જેમાં 60થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ગોંડલની આસપાસના ગામડાંઓમાં પણ હવે ધીમે ધીમે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.