રાજકોટ: આસમાને પહોંચેલી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. દરેક વસ્તુના વધતા ભાવ વચ્ચે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટ સિંગતેલના ભાવમાં છેલ્લા 25 દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો છે. તો કપાસિયા તેલમાં પણ 100 રૂપિયાનો ઘટાડો થયો છે. સીંગતેલનો ડબ્બો 2770 રૂપિયામાં મળી રહ્યો છે જ્યારે પાસિયા તેલનો ડબ્બો 2650 રૂપિયામાં મળી રહ્યો છે. આમ વધતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે.


Fact Check: શું મોદી સરકાર વિદ્યાર્થીઓને ફ્રીમાં આપી રહી છે લેપટોપ ? જાણો શું કર્યો ખુલાસો
PIB Fact Check of Free Laptop Scheme:  સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લઈને આવતી રહે છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતો - મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરેને વિવિધ પ્રકારની સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. સરકાર દેશમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ યોજનાઓ અને મફત લેપટોપ યોજનાઓ લોન્ચ કરતી રહે છે. આ તમામ યોજનાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા શરૂ કરવામાં આવે છે.


ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ વહેંચવાનો નિર્ણય કર્યો છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત સરકાર  વિદ્યાર્થીઓને મફત લેપટોપ વહેંચી રહી છે. તો ચાલો અમે તમને આ મેસેજ અને તેના સત્ય વિશે જણાવીએ.


પીઆઈબીએ ટ્વીટ કરીને આપી માહિતી


પીઆઈબી ફેક્ટ ચેક  ઘણા વાયરલ મેસેજની સત્યતા ચકાસે છે. આ દ્વારા મેસેજ સાચો છે કે નકલી તેની ખબર પડે છે. પીઆઈબીએ ફેક્ટ-ચેક કરીને પોતાના ટ્વિટર હેન્ડલમાં આ મેસેજમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણી હતી.વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપની સુવિધા આપી રહી છે. આ સિવાય વાયરલ મેસેજમાં એક લિંક મોકલવામાં આવી છે, જેના પર ક્લિક કરીને તમે આ ફ્રી લેપટોપની સુવિધા મેળવી શકો છો.