RAJKOT : રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ-જિલ્લા દૂધ સહકારી ઉત્પાદક સંઘે  રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ જિલ્લાના પશુપાલકો કિલો ફેટ દીઠ 10  રૂપિયા વધુ ચૂકવાશે.હવે ડેરી દદ્વારા  મંડળીઓને કિલોફેટ દીઠ રૂપિયા ચૂકવાશે.


ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે દૂધના ભાવમાં ત્રીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 660 રૂપિયા ચૂકવાતા હતા જેની સામે આ વર્ષે 70 રૂપિયા વધુ ચૂકવવામાં આવી રહ્યા છે. રાજકોટ-જિલ્લા દૂધ સહકારી ઉત્પાદક સંઘના આ નિર્ણયથી જિલ્લાના 50  હજાર પશુપાલકોને સીધો ફાયદો થશે. દૂધના નવા ભાવ 1 જૂનથી લાગુ કરાશે.


રાજકોટમાં રાજ્યનો સૌથી પહોળો સિક્સલેન રોડ 
રંગીલુ રાજકોટ ફરી એકવાર ચર્ચામાં છે. હકિકતમાં વાત એમ છે કે, રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો સિક્સલેન રોડ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે. ગૌરવપથ કાલાવડ રોડ પર રાજ્યનો સૌથી પહોળો રોડ બનાવવામાં આવશે. રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાઓ છે ત્યાં સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 કિલોમીટર લાંબાને 45 મીટર પહોળા રોડ બનાવવા માટે 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી રોડ બનશે. 


માતરમાં નકલી ખેડૂતો સામે કાર્યવાહી શરૂ 
ખેડા જિલ્લાના માતર તાલુકામાં 500થી વધુ બોગસ ખેડૂતો બની ગયા હોવાની ફરિયાદ રાજ્યના મહેસુલ ખાતા સુધી પહોંચતા હવે આ અંગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કડક કાર્યવાહીની ચેતવણી આપી ચુક્યા છે. 


ખેડાના માતરમાં 350થી વધુ બોગસ ખેડૂત ખાતેદારો દ્વારા માતર તાલુકામાં ખેતીલાયક જમીનો ખરીદવામાં  આવતા  સમગ્ર કૌભાંડ  બહાર આવતા ગાંધીનગરથી  મહેસુલ વિભાગ દ્વારા તપાસ હાથ  ધરતા  બોગસ  ખેડૂતોમાં ફફડાટ  વ્યાપી જવા પામ્યો છે  અને આગામી  દિવસોમાં તપાસ બાદ  બોગસ  ખેડૂત બની  જમીનો ખરીદનારની  જમીન ખાલસા  થવાની વાત મહેસુલ વિભાગ  દ્વારા કરવામાં આવી  છે.