Saurashtra University LLM colleges Derecognition: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની (Saurashtra University) બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં મોટો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 8 ખાનગી કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. LLM સંસ્થાઓને આપવામાં આવેલ માન્યતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના નિયમ વિરૂદ્ધ હોવાની વિગતો છે. પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ મંજુર કરેલી LLM કોલેજોની માન્યતા હાલના કાર્યકારી કુલપતિ ડૉ. નીલાંબરી દવેએ રદ કરી છે.


જે કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની ગ્રેસ કોલેજ, જસદણની ક્રિષ્ના લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલી કોલેજ, અમરેલીની એલ. ડી. ધાનાણી કોલેજ, લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજનો સમાવેશ થાય છે. 6 કોલેજોમાં 460 જેટલાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા છે.