રાજકોટઃ DGP વિકાસ સહાયના તપાસ રિપોર્ટમાં નિવેદનનું કામ પૂર્ણ થયું છે. કમિશનકાંડનો આજે રિપોર્ટ પોલીસ વડા ભાટિયાને સુપ્રત કરે તેવી શક્યતા છે. ગાંધીનગર અને રાજકોટ ખાતે આ મામલામાં નિવેદનો લેવાયા છે. ભાજપ ના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બૉમ્બ પછી ગૃહ વિભાગે તપાસ હાથ ધરી છે. સખીયા બંધુ બન્ને નિવેદનમાં અડગ, કમિશન રાજકોટ પોલીસે લીધું છે.


પોલીસ કમિશનર કચેરીમાં પહેલા 50 લાખ અને પછી 25 લાખ આપ્યા હોવાની વાતમાં જગજીવન સખીયા અડગ છે. DGP વિકાસ સહાયે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ , વી, કે ગઢવી, પી એસ.આઈ. સાખરા અને સામે પક્ષે ડો. તેજસ કરમટા, જગજીવન સખીયા, મહેશ સખીયા અને કિશનના નિવેદન અને પુરાવા લઇ લીધા છે, તેથી રિપોર્ટ તૈયારની અટકળ તેજ થઈ છે.


ગઈ કાલે કટકીકાંડની તપાસ માટે ગાંધીનગરની તપાસ ટીમ રાજકોટ સીઆઈડી ક્રાઈમની ઓફિસે પહોંચી હતી. અલગ અલગ અરજદારો અને તપાસ કરવામાં આવી. બીજી તરફ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ કરાઈ પહોંચ્યા હતા. કરાઈમાં તપાસ અધિકારી DG વિકાસ સહાય સાથે મુલાકાત કરી હતી. તેમના પર લાગેલા આરોપ મામલે આજે  જવાબ લખાવ્યો હતો. સમગ્ર મામલામા તપાસ અધિકારી વિકાસ સહાયને જવાબ લખાવ્યો હતો. 


ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવેલ કટકીના આરોપો બાદ પ્રથમવાર રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રતિક્રિયા આપી હતી. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ આજે કમિશ્નર કચેરી પહોચ્યા હતા. જ્યાં પત્રકાર પરિષદ સંબોધતા પોતાના પર લાગેવાલ આરોપો મુદ્દે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો. .તેમણે પોતાની સામે તપાસ ચાલતી હોવાથી પ્રતિક્રિયા નહીં આપવાની સ્પષ્ટતા કરી હતી. સાથે જ દાવો કર્યો કે અદાલતના કામે બે દિવસ અમદાવાદ ગયા હતા. રાજકોટમાં ગુનાખોરી અંકુશમાં હોવાનો અને અધિકારીઓ મહેનતું હોવાનો તેમણે દાવો કર્યો છે.
ગુજરાતના ગૃહ વિભાગે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહવિભાગે રાજ્યના પોલીસ વડા પાસે અગ્રવાલ સામેના આક્ષેપો અંગે રિપોર્ટ માંગ્યો છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પોલીસ વડા દ્વારા રિપોર્ટ સોપવામાં આવશે.


રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં વસૂલવા માટે ટકાવારી ખાતા હોવાનો આક્ષેપ કર્યો તેના પગલે આ આદેશ અપાયો છે. રાજકોટના ધારાસભ્ય અને ભાજપના અગ્રણી દ્વારા પોલીસ કમિશનર પર ગંભીર પ્રકારના આક્ષેપો કરતાં  સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો હતો કે, અગ્રવાલે ડૂબેલા નાણ વસૂલવા માટે બિઝનેસમેન પાસેથી 75 લાખ રૂપિયા લઈ લીધા અને વધુ 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે ફોન ચાલુ  છે. પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ગૃહમંત્રીને હર્ષ સંઘવીને પત્ર લખીને આ આક્ષેપ કરતાં ખળભળાટ મચ્યો છે.