રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓ દરેક ગતિવિધિ ચર્ચાનો વિષય બની રહી છે. નરેશ પટેલ રાજકારણમાં આવવા અંગે પણ અટકળો ચાલી રહી છે. જો કે તેઓ ક્યા પક્ષ સાથે જોડાશે તે અંગે રહસ્ય અકબંધ છે. આ દરમિયાન તેમણે પાટિદાર સમાજના ત્રણ દિગ્ગજ આગેવાનો સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલ,દિનેશ બાંભણીયા અને અલ્પેશ કથીરિયા સાથે ખોડલધામમાં બેઠક કરી હતી. આ હવે બેઠક બાદ પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સીઆર પાટીલને મળવા માટે રાજકોટ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે થોડી વારમાં તેઓ મુલાકાત કરશે.
આ મુલાકાતને લઈને અનેક અટકળ વહેતી થઈ છે. જો કે તેઓ જનરલ કેટેગરીના ઉમેદવારોના પ્રશ્નોને લઈને સીઆર પાટીલ સાથે મુલાકાત કરવાના હોવાની વાત સામે આવી છે. પીએસઆઇની ભરતીમાં જનરલને ખૂબ જ અન્યાય થયો હોવાની વાત તેઓ કહી રહ્યા છે. બાંભણીયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ વતી અમે મુલાકાત કરવા આવ્યા છીએ.પી.એસ.આઈની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાયને લઈને રજુઆત કરીશું. જનરલ કેટેગરીના 1282ને બદલે 107 યુવાનોની જ પંસદગી થઈ છે.
કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કુંવરજી બાળળીયાએ આપી પહેલી પ્રતિક્રિયા
કોળી સમાજના અગ્રણી નેતા કુંવરજી બાળળીયાને જ્યારથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની આજે પ્રેસ કોન્ફરન્સ કરી પહેલીવાર નિવેદન આપ્યું છે. આજે કુંવરજી બાળળીયાએ કહ્યું કે, ગઈ કાલે રાત્રે સમાધાન થઈ ચૂક્યું છે, મારે ચંદ્ર વદન પીઠાવાલા સાથે વાત થઈ ગઈ છે અને હવે કોર્ટમાંથી કેસ પરત ખેંચવામાં આવશે. તો બીજી તરફ જ્યારે આ સમાધાનની વાત અંગે અજીત ભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારે કોઈની સાથે વાત થઈ નથી, તેઓ ખોટુ બોલે છે. નોંધનિય છે કે, ગઈકાલે કોળી સમાજના પ્રમુખ અજીત ભાઈએ કુવરજી બાવળીયા પર આકરા પ્રહારો કર્યા હતા. હવે બન્ને આગેવાનો એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજના આ બન્ને અગ્રણીઓનો વિવાદ આગામી સમયનાં કેવુ સ્વરૂપ ધારણ કરે તે જોવાનું રહ્યું.
ગુજ્જુ ગર્લ્સની કમાલ: ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે રચ્યો ઇતિહાસ
Indian Championship: ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ઇતિહાસ રચ્યો છે. વોલીબોલમાં પ્રથમવાર ચેમ્પિયન બનતા સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. વોલીબોલમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમમાં અડધા કરતા વધુ ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લાના હતા. વોલીબોલમાં કોડીનારના સરખડી ગામનો દબદબો યથાવત છે. 6 મહિલા ખેલાડીઓ સરખડીની અને 1 સિંધાજ ગામની હતી. એક જ ગામની ખેલાડીઓ અને નિયમિત સાથે પ્રેક્ટિસ કરતાં હોવાથી અદભુત કોમ્બિનેશન અને તાલમેલ જોવા મળતો હોવાનું તેમના કોચ પરીતા વાળાએ જણાવ્યું હતું. ગુજરાતની ટીમ વિજેતા બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી છે.