રાજકોટ: બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર થઈ છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી છે. ઓખાથી ઉપડતી અને ઓખા સુધી જતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી ટૂંકાવી દેવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાની અસરથી પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. હાલ ભાવનગર-ઓખા એકસપ્રેસ ટ્રેન ત્રણ દિવસ માટે રદ્દ કરવામાં આવી છે. તારીખ 12,13,14 સુધી વાવાઝોડાની અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટ્રેનો થઈ પ્રભાવિત
13 થી 16 જૂન સુધી ઓખા - રાજકોટ ટ્રેન રદ્દ કરવામાં આવી છે
12 થી 15 જૂન સુધી રાજકોટ - ઓખા ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
12 થી 15 જૂન સુધી વેરાવળ -ઓખા અને ઓખા - વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી છે
જયપુર -ઓખા ટ્રેન રાજકોટ સુધી ટૂંકાવવામાં આવી છે
ઓખા - બનારસ ટ્રેન 15 તારીખે ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
12,13 અને 14 તારીખ મુંબઈ સેન્ટ્રલ -ઓખા રાજકોટ સુધી ટુંકાવવામાં આવી છે
13,14 અને 15 તારીખ ઓખા - મુંબઈ સેન્ટ્રલ ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
15 તારીખે ઓખા - જગન્નાથ પુરી ટ્રેન ઓખાની જગ્યાએ અમદાવાદથી ઉપડશે
12,13 અને 14 જૂન અમદાવાદ-વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
13,14 અને 15 જૂન વેરાવળ - અમદાવાદ ટ્રેન રદ કરવામાં આવી
13,14,15 અને 16 તારીખે વેરાવળ -જબલપુર - વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ સુધી જ દોડશે
13 થી 15 જૂન વેરાવળ - પોરબંદર - વેરાવળ ટ્રેન રદ કરવામાં આવી છે
કચ્છમાં આવતી તમામ ટ્રેનો રદ
રાત્રે 12 વાગ્યાથી કચ્છમાં આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. તારીખ 15 સુધી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. આજે રાત્રીના 12 વાગ્યાથી કચ્છમાં એક પણ ટ્રેન નહિ આવે અને કોઈ પણ ટ્રેન બહાર નહિ જાય. બિપરજોય વાવાઝોડાને લઈ રેલવેએ સૌથી મોટો નિર્ણય કર્યો છે.
પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી
પીએમ નરેન્દ્ર મોદીએ લગભગ 1 કલાક સુધી સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠકમાં પીએમ મોદીએ નિર્દેશ આપતા કહ્યું હતું કે, નુકસાન થવાના કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સજ્જતા સાથે આવશ્યક સેવાઓની જાળવણીની ખાતરી કરવામાં આવે. પીએમની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું 15 જૂને બપોરના સમયે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માંડવી અને કરાચી વચ્ચેના જખૌ બંદર નજીક ત્રાટકશે.