Heart Attack Death:દિવસેને દિવસે હાર્ટ અટેકથી મોતના કેસ વધી રહ્યાં છે. આજે વધુ એક જિંદગી હાર્ટ અટેકની ભેંટ ચઢી ગઇ. અમદાવાદમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા 46 વર્ષિય  આસિફ હુસેનનું હાર્ટ અટેકથી ધોરાજીમાં મોત થયું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે અમદાવાદથી આવેલી વ્યક્તિનું ધોરાજીમાં હાર્ટઅટેકથીમોત થઇ ગયું. તેઓ  કોઇ કામ અર્થે અમદાવાદથી ધોરાજી આવ્યા હતા અને આ દરમિયાન તેમને અચાનક અટેક આવી જતાં તેઓ બેઠા –બેઠા ઢળી પડયાં છે. બાદ તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જો કમનસીબે તેમની જિંદગી ન બચાવી શકાય. તબીબે તેમને મૃત જાહેર કર્યાં. અચાનક મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.                                                                                                                                       


તો ગઇ કાલે સુરતમાં વધુ એક યુવક ધબકાર ચૂકી ગયો. વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. સુરતના ઓલપાડના મંદરોઈ ગામે રહેતા 34 વર્ષીય દિનેશ શાહનું હાર્ટઅટેકના કારણે મૃત્યુ થયું છે. મંદરોઈ ગામે  એકવા નામના ઝીંગા તળાવની સાઈટ પર કામ કરતો હતો. હિટાચી મશીનના ડ્રાઇવર દિનેશ શાહને વોમિટિંગ થયા બાદ અટેક આવ્યો હતો. બાદ તેમને તાબડતોબ સુરતના ઓલપાડ ખાતે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જો કે તેમને સારવાર મળે તે પહેલા જ મોત થઇ જતાં ડોકટરે યુવકને  મૃત જાહેર કર્યો હતો. અચાનક યુવકની ચીરવિદાયથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.