રાજકોટમાં આજે ગરબા બંધ, સતત વરસાદથી ખેલૈયાઓ અને આયોજકો મુશ્કેલીમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Sep 2019 09:17 PM (IST)
રાજકોટમાં ભારે વરસાદના કારણે તમામ ગરબા આજે બંધ છે. ગરબા આયોજકોએ ભારે વરસાદના કારણે ગરબા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
રાજકોટ: રાજકોટમાં ભારે વરસાદના કારણે તમામ ગરબા આજે બંધ છે. ગરબા આયોજકોએ ભારે વરસાદના કારણે ગરબા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રેસકોર્ષ રીંગરોડ, કોટેચા સર્કલ, ઈંદિરા સર્કલ સહિતના વિસ્તાર પાણી ભરાયા હતા. રાજકોટમાં વરસાદને કારણે ખોડલધામ રાસોત્સવનુ આયોજન પણ રદ્દ કરાયુ છે. ચાર ઝોનમાં યોજવામાં આવેલા ગરબા રદ્દ કરવામાં આવ્યા છે. નવરાત્રી ગ્રાઉંડ પર આરતી કરી ખેલૈયાઓમા શક્તિની આરાધના કરશે. ભારે વરસાદના કારણે ગરબા રદ્દ કરવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર યથાવત છે. રાજકોટમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.