રાજકોટ: રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને વરસાદને સૌરાષ્ટ્રમાં તમામ રેકોર્ડ તોડ્યા છે. સૌરાષ્ટ્રમાં આ વખતે સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં વરસ્યો છે. ચોમાસાની આ સિઝનમાં રાજકોટમાં કુલ 59 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 102 વર્ષમાં સૌથી વધુ આ સિઝનમાં 59 ઈંચ વરસાદ વરસ્યો છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ વરસેલો વરસાદ છે.


રાજકોટમાં ભારે વરસાદને પગલે ભાદર ડેમ -1 ત્રીજી વખત ઓવરફલો થયો છે. પાણીની સતત આવકના કારણે ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજકોટના ગોંડલ પાસે આવેલો મોતિસર ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. હડમતાલા, કોલીથડ, ગરનાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સુરેંદ્રનગર, બોટાદ, અમરેલી,જૂનાગઢમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રિના શરૂઆતના ત્રણ દિવસ સુથી વરસાદી માહોલ જોવા મળશે.