રાજકોટ: જસદણની એકલવ્ય સ્કૂલની વાનનો અકસ્માત થયો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આ અકસ્માત થયો છે. સ્કૂલ વાન અને ફોરવ્હીલર વચ્ચે થયો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે સ્કૂલ વાનમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. જ્યારે સામેની કારના પણ 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
એક પરિવારના 4 સભ્યોએ કેનાલમાં જંપલાવ્યું
ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલોમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટનાઓમાં ઉમેરા સાથે આજે વધુ એક કરુણ ઘટના સામે આવી છે. થરાદના વામીગામ ગામ નજીક આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં 4 લોકોએ કેનાલમાં જંપલાવ્યું છે. કેનાલમાં પડનાર આ ચારેય લોકો થરાદ તાલુકાના પીલૂડા ગામના એક પરિવાર 4 સભ્યો હોવાનું અનુમાન છે. કેનાલમાં ચાર લોકો પડવાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકોના ટોળેટોળા કેનાલ પર ઉમટ્યા હતા.
પીલૂડા ગામના એક પરિવાર 4 સભ્યોએ શા માટે કેનાલમાં જંપલાવ્યુ તેનું કારણ હાલ જાણવા નથી મળ્યું. આ ઘટનાની જાણ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર અને ટીમને કરતાં ચારેય લોકોને બચાવવા માટે ઘટના સ્થળે જઈ શોધખોળ હાથ ધરી છે. બે કલાકની શોધખોળ બાદ માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ પણ બે લોકોને શોધવાની કવાયત ચાલુ છે. સ્થાનિક લોકો અને થરાદ ફાયર વિભાગના તરવૈયા સુલતાન મીર દ્વારા અન્ય બે સભ્યોની પણ શોધખોળ હાથધરાઈ છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી, નવા સંગઠનની કરી જાહેરાત
AHMEDABAD: જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીજા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે સંગઠન, સમિતિ કે કોઈ પક્ષ કહેશે બાદમાં તેઓ ચૂંટણી લાડવાનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે. આ સાથે જ યુવરાજસિંહ જાડેજાએ નવા સંગઠનની જાહેરાત કરી છે.
યુવરાજસિંહે નવા સંગઠન યુવા નવનિર્માણ સેનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોના અધિકાર માટે યુવા નવનિર્માણ સેના કામ કરશે. તેમણે કહ્યું કે યુવાનોના હક્ક, હિત અને અધિકાર માટે કામ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ. તેમણે કહ્યું કે તેમનું આ નવું સંગઠન યુવા નવનિર્માણ સેના રાજ્યસ્તરે તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે શિક્ષિત યુવાનોના હક્ક અને અધિકાર માટે કામ કરશે. આ સંગઠન પહેલા વિનંતી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરશે ત્યારબાદ આવેદન આપીને યુવાનોના હક્ક માટે માંગણી કરશે. જો કે એક બાજુ ચૂંટણી લડવાની વાત કરી તો બીજી બાજુ આ નવું સંગઠન બિનરાજકીય હોવાની પણ તેમણે વાત કરી.