રાજકોટ: મોરેશિયસના પીએમ આવતીકાલે રાજકોટના મહેમાન બનશે. આ અંગે રાજકોટના મેયર પ્રદીપ ડવએ નિવેદન આપ્યું છે. બપોરે 4 વાગ્યે રોડ શો યોજાસે. મોરેશિયસના પીએમ રાત્રી રોકાણ રાજકોટમાં જ કરશે. આ ઉપરાંત અગ્રણીઓ સાથે તેઓ ગાલા ડિનર લેશે. મોરેશિયસ સાથે મહાત્મા ગાંધીનો પણ નાતો રહ્યો છે. મોરેશિયસના પીએમના ભવ્ય સત્કાર માટે મહાપાલિકા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમને ગરબા સાથે આવકાર આપવામાં આવશે.
બ્રિટનના વડાપ્રધાન 21 એપ્રિલે ગુજરાતથી ભારત પ્રવાસની કરશે શરૂઆત
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના વડાપ્રધાન મોદીના આમંત્રણ પર 21 એપ્રિલના રોજ ભારત પ્રવાસ પર આવશે. વડાપ્રધાન તરીકે બોરિસનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તેઓ પોતાના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. અહી બોરિસ જોનસન રોકાણ અને વ્યાપારીક સંબંધો પર અનેક ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બ્રિટનના વડાપ્રધાન આગામી દિવસે એટલે કે 22 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. બ્રિટિશ વડાપ્રધાનની આ યાત્રાને યુકેની નવી ઇન્ડોપેસેફિક નીતિ સાથે જોડવામાં આવી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં વસેલા ભારતીય –બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. જેના કારણે તેઓ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વ્યાપાર મુદ્દે થશે મહત્વની વાત
આ અગાઉ મેચ 2021માં બંન્ને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલી બેઠક થઇ હતી અને 2030ના રોડમેપ પર વાત થઇ હતી. આ રોડમેપ સ્વાસ્થ્ય, જળવાયુ, વ્યાપાર, શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજી અને સંરક્ષણમાં યુકે અને ભારતના સંબંધો માટે એક રૂપરેખા તૈયાર કરે છે. બેઠક દરમિયાન બંન્ને દેશોના સંબંધોની સ્થિતિ માટે વ્યાપક રણનીતિક ભાગીદારી વધારવા પર સહમત થયા હતા. વ્યાપાર કરારની ચર્ચા વચ્ચે આ વર્ચ્યુઅલ બેઠકના મહત્વના પરિણામોમાં બંન્ને દેશો વચ્ચે વ્યાપારને 2030 સુધી ડબલ કરવા પર સહમતિ સધાઇ હતી. વર્તમાનમાં બ્રિટન અને ભારત વચ્ચે વાર્ષિક વ્યાપાર લગભગ 23 બિલિયન પાઉન્ડ છે.
બ્રિટન ભારતના ઈન્ડો-પેસિફિક ઓશન ઇનિશિએટિવમાં સામેલ થશે
ગયા મહિને બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રુસે યુક્રેન પર રશિયન આક્રમણ વચ્ચે " Wider Diplomatic Push" ના સભ્ય તરીકે ભારતની મુલાકાત લીધી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં વિદેશ સચિવ તરીકે આ તેમની બીજી મુલાકાત હતી અને 13 મહિનામાં વિદેશ મંત્રી તરીકેની તેમની ત્રીજી મુલાકાત હતી. બ્રેક્ઝિટ પછી, બ્રિટન ભારતના ભારતના ઈન્ડો-પેસિફિક ઓશન ઇનિશિએટિવમાં જોડાશે અને દરિયાઈ સુરક્ષા મુદ્દાઓ પર મુખ્ય ભાગીદાર બનશે. તે દક્ષિણપૂર્વ એશિયામાં મુખ્ય ભાગીદારો સાથે કામનું સંકલન કરશે.