રાજકોટ: વિદ્યાનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ખાલી બોટલો જોવા મળતા ખળભળાટ મચ્યો છે.  કુલપતિ ગિરીશ ભીમાણીની ઓફિસથી માત્ર 100 મીટર દૂર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ખાલી બોટલો અને ખોખા જોવા મળ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે શું ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી? શું રાત્રિ દરમિયાન અસમાજિક તત્વો ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કરે છે ઉપયોગ ? 


ધન્વંતરિ ઔષધીય ઉદ્યાનમાં દારૂની બોટલો જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે આખરે કોણ યુનિવર્સિટીમાં રાત્રિ દરમિયાન દારૂની મહેફિલ માણે છે. પેપર લીક પ્રકરણ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. A ગ્રેડ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવતા ચકચાર મચી છે.


લગ્નની કંકોત્રી આપવા જતાં દાહોદના પરિવારને નડ્યો અકસ્માત


ACCIDENT: ટ્રક અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના ભીલકુઆ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદના સુખસરના કલાલ પરિવાર લગ્ન માટેની કંકોત્રી આપવા જતા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો. આ અકસ્માતમા પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે.  પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમની કાર્યવાહી માટે હોસ્પિટલે ખસેડ્યા છે. અકસ્માતની ઘટનાને લઈને શોકનો માહોલ સર્જાયો છે.


વિકાસની પોલ ખોલતી તસવીર આવી સામે


નસવાડી: કુકરદા ગામની સગર્ભા મહિલાને રસ્તાના અભાવે 108 સુધી પહોંચાડવા પરીવારજનો એક કીમી લાકડાની ઝોળીમાં ઉંચકીને રોડ સુધી લાવ્યા હતા. સમગ્ર ઘટના સ્થાનિક ગ્રામજને મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરતા વિકાસના દાવાની પોલ ખુલી છે. એક કીમી ઉંચક્યા બાદ ખાનગી જીપમાં 2 કીમી સુધી લાવ્યા પછી 108 માં સગર્ભાને સોંપી છતાંય અડધા રસ્તે 108 અંદર જ મહિલાને પ્રસુતી થઈ. 


છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે આઠ જેટલાં ફળિયાની 3000 જેટલી વસ્તી પાકા રસ્તાથી વંચિત છે. જેમાં ડુંકતા ફળિયામાં ડુ ભીલ મજુલા બેનને પ્રસુતાંનો દુખાવો ઉપડતા સરકારી દવાખાને લઈ જવાની તૈયારી કરાઈ જેમાં 108ને કોલ કરતા 108 આવી પરંતુ કુકરદા બસ સ્ટેન્ડ પર આવી કારણ કે કાચા રસ્તા હોય 108 અંદર આવે તેમ નથી. જેને લઈ મંજુલા બેનને  તેના પરિવારજનો ઝોળીમાં નાખી એક કિલોમીટર કાચા રસ્તે પગપાળા ઉંચકીને બહાર લાવ્યા. ત્યાં ખાનગી જીપ બોલાવી તેં જીપમાં નાખીને 2 કીમી બહાર લાવ્યા અને 108ને સગર્ભાને સોંપી 108 નીકળી અને અડધા રસ્તે પોંહચતા રસ્તામાં જ 108ની અંદર સગર્ભાને પ્રસુતી થઈ ગઈ. જો કે તણખલા દવાખાને પ્રસુતાં અને તેના બાળકને લાવેલ જ્યાં બંનેની હાલત સ્થિર છે.


ડુંગરાળ વિસ્તાર એવા કુકરદા ગામે કાચા રસ્તા હોય અવાર નવાર ગ્રામજનોની રજુઆત ધ્યાન પર લેવાઈ નથી. કાયમ 108 કુકરદાના અંદરના ફળિયામાં આવતી ન હોય ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  કુકરદા ગામે મુખ્ય રસ્તાને જોડતા ફળિયાના પાકા રસ્તા બનાવે તેવી ગામલોકોની માંગ છે.