રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. ત્યારે રાજકોટમાં યોજાતા જન્માષ્ટમીના મેળા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે લોકમેળા બાદ પર્યટન સ્થળોમાં પણ પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામૂ બહાર પાડ્યું છે.
જિલ્લા કલેક્ટરે પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગર અને તેની આસપાસ રહેલા પર્યટનસ્થળ પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. 19 ઓગસ્ટ સુધી જાહેરનામૂ અમલી રહેશે.