તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરાશે, માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટરન્સનું પાલન કરવાનું રહેશે. એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યુનિવર્સિટી તરફથી હોમીઓપેથી દવાઓ આપશે.
કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પેરચર ચેક કરવામાં આવશે.