રાજકોટના ધોરાજીમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં પાંચ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. પાંચ સભ્યોમાંથી પતિ, પત્ની અને પુત્રનો આબાદ બચાવ થયો છે. ભાડેરના તળાવમાં કૂદી સામૂહિક આત્મહત્યાનો આખા પરિવારે પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવાનો પ્રયાસ કરનાર પરિવાર પોરબંદરનો હોવાનું સામે આવ્યું હતું. હાલમાં આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળેલ નથી.


પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજકોટના ધોરાજીમાં આવેલ ભાડેર તળાવમાં પોરબંદરના એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ધોરાજીના ભાડેર તળાવમાં સામૂહિક આત્મહત્યાને અંજામ આપે એ પહેલા ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે બેના મોત થતાં હતાં. પોરબંદરના શબીર આમદ રાઠોડ નામના 35 વર્ષીય મુસ્લિમે તેના પરિવાર સાથે ભાડેર ગામ પાસે આવેલા તળાવમાં આત્મહત્યા કરવા માટે પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ લોકો ઘટનાસ્થળે લોકો દોડી આવ્યાં હતાં.

સામૂહિક આત્મહત્યાના પ્રયાસ દરમિયાન બાજુમાં ઢોર ચરાવતો ગોવાળ જોઈ જતાં બધાંને જાણ કરી હતી અને પાંચમાંથી ત્રણ લોકોને બચાવવામાં આવ્યા હતા જ્યારે બેના મૃત્યુ નિપજ્યા હતા.

શબીર 35 વર્ષ (બચાવ)
પત્ની રૂખસાના 28 વર્ષ (બચાવ)
નાનો પુત્ર એહમદ 4 વર્ષ (બચાવ)
10 વર્ષીય પુત્રી રેહાના (મોત)
8 વર્ષીય પુત્ર મોહમ્મદ (મોત)