રાજકોટ: રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે.  

Continues below advertisement

આ ગેમઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. 

રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગતા બે બાળકોના મોત થયા છે. 15થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.  10થી વધારે એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર હાજર છે. 

Continues below advertisement

ગેમઝોનમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઘટનામાં બે વ્યક્તિના મૃતદેહ મળ્યા છે, જ્યારે બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંદાજે 15થી 20 લોકો ફસાયા હોવાની આશંકા છે. 

રાજકોટ TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.