રાજકોટઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મેયરના નામની જાહેરાત પછી ઉજવણીમાં ફટાકડા ફોડતા સમયે આગ લાગી ગઈ હતી. મહાનગર પાલિકા પાસે આવેલા ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર નીચે આગ લાગી હતી. ટ્રાન્સફોર્મરની નીચે પડેલો કચરો સળગ્યો હતો. ફાયર વિભા5 દ્વારા આગ બુઝાવવામાં આવી છે. 


રાજકોટના મેયર તરીકે ડો. પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે દંડક સુરેન્દ્રસિંહ વાળા અને શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા બન્યા છે.