રાજકોટ: રાજકોટ શહેરમાં દર વર્ષની જેમ આવખતે પણ દિવાળીના તહેવાર પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફટાકડાની આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાજકોટમાં દિવાળી કાર્નિવલનો માહોલ જામ્યો છે. ફટાકડાની આતશબાજી જોવા મોટી સંખ્યમાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો.

નાયગ્રાફોલ, સૂર્યમુખી, ઇલેક્ટ્રિક ખજૂરી, આકાશી ગગન ગોળા, મલ્ટી કલર સહિતના આકર્ષણોના ફટાકડા જોવા મળ્યા હતા. ફટાકડાની આતશબાજીથી આકાશ રંગબેરંગી થયું હતુ. ભવ્ય આતશબાજી કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ મોહન કુંડારિયા, મેયર બિનાબેન આચાર્ય સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.