રાજકોટઃ પ્રખ્યાત શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહજી સોળીયાનું આજે સવારે નિધન થયું. તેઓ 'બાપુ સાહેબ'ના હુલામણા નામથી જાણીતા હતા અને તેમના અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ માટે પ્રસિદ્ધ હતા.


પ્રવિણસિંહજી નિવૃત્ત DYSP એ.પી. જાડેજાના પિતા હતા. તેમના અવસાનથી શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે.


તેમના અંતિમ સંસ્કાર મંગળવાર, 10 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે સોળીયા મુકામે કરવામાં આવશે. તે પહેલાં, સવારે 7 વાગ્યે તેમના પાર્થિવ દેહને શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય, રજપૂતપરા, રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ તેમને સોળીયા લઈ જવામાં આવશે.